• જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમે ૪૦ હજારનો મુદામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે લીંબડી હાઈવે પરથી બે શંકાસ્પદ બાઈક લઈને ત્રણ ઈસમો નિકળતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વય.પઠાણ સહિતના સ્ટાફે વોચ ગોઠવી મહેશભાઈ ગણપતભાઇ ઝાપડીયા, દશરથભાઈ ધીરુભાઈ વસવેલિયા રહે: બંને બોરાણા (લીંબડી) તથા વિક્રમસિંહ નારૂભા ગોહિલ રહે: વડોદ (વઢવાણ) વાળાને બે શંકાસ્પદ બાઈક કિંમત ૪૦ હજાર રૂપિયા સાથે ઝડપી પાડી બાઈક અંગેના કોઈ પુરાવા નહીં હોવાથી કાર્યવાહી હાથ ધરી હતી.
