• ગુજરાત રાજ્યના કુલ ૨૭ ટી.ડી.ઓની બદલીના ઓર્ડર પડ્યા
સુરેન્દ્રનગર: રાજ્યમાં કુલ ૨૭ તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના પ્રથમ નોરતે જ ઓર્ડર સામે આવ્ય હતા. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી પણ સામે આવી છે.
જેમાં ચોટીલા તાલુકા વિકાસ અધિકારી અંજલિબેન જગદીશભાઈ ચૌધરીની અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકા વિકાસ અધિકારી તરીકે જ્યારે પાટડી – દસાડાના વિનોદભાઇ જગદીશભાઈ પરમારની જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકા વિકાસ અધિકારી તરીકે અને થાનગઢના જ્યોતિબેન રસિકભાઈ બોરીચાની રાજકોટના લોધિકા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.
આ તરફ ઉપલેટાથી સરજુભાઈ અશોકભાઈ જેઠવાને ચોટીલા, ભુજથી સંજયભાઈ જી ઉપલાણાને પાટડી દસાડા ખાતે તથા લોધિકાના પ્રદીપભાઈ આર સિંધવને થાનગઢ ખાતે મૂકવામાં આવ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ નોરતે જ એક સાથે ૨૭ તાલુકા વિકાસ અધિકારીની બદલી થવા પામી છે.
