• ગુડદી પાસાનો જુગાર રમતા રોકડ ૪૮૫૦ રૂપિયા સાથે ઝડપી લીધા
ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસ દ્વારા દરોડો કરી અસ્પાકભાઇ હબીબભાઈ બ્લોચ રહે: ફૂલગલી તથા સહિલભાઈ હાથીભાઈ ઠેબા રહે: પુનિતનગર વાળાને જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા રોકડ ૪૮૫૦ રૂપિયા સાથે ઝડપી લઇ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
