પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા BLOને સન્માન પાત્ર અર્પણ કરાયા

રાજ્ય સહિત દેશભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ (SIR) ની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેમાં આ સરની કામગીરી કરનાર કેટલાક BLO ને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશાસન દ્વારા સન્માન કરવામાં આવે છે ત્યારે ધ્રાંગધ્રા ખાતે પણ કેટલાક BLO દ્વારા 100 ટકા શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા સન્માનિત કરાયા હતા જેમાં ધ્રાંગધ્રા હરીપર ગામના ધાર્મિકભાઈ પટેલ, નરાળી ગામના પરમાર કિરીટભાઇ તથા બાવળી ગામના સંજયભાઈ ગોહેલને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનપત્ર પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.


