પત્ની સાથે આડા સબંધમાં પતિ સાથે થયેલ ઝગડા બાદ પ્રેમી સહિત બે શખ્સોનો પતિ પર હુમલો
ચોટીલા તાલુકાના અકાળા ગામે પાંચ પત્નીના પ્રેમી સાથે પાંચ વર્ષ પૂર્વે થયેલું માથાકૂટનું મનદુઃખ રાખી પ્રેમી સહિત બે શખ્સોએ પતિ પર છરી વડે હુમલો કરી હત્યા કરી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઇ સાદુળભાઈ પરાલીયાના પત્ની સાથે આગાઉ અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલીયાને આડા સબંધ હોય જે બાબતની જાણ પતિ અરવિંદભાઈને થતા જ પતિ અને પ્રેમી વચ્ચે પાંચેક વર્ષ પૂર્વે માથાકુટ થઈ હતી. જે બાબતની મનદુઃખ રાખી પ્રેમી અરવિંદભાઈ ઉર્ફે એભલ પરાલીયા અને વિપુલ ઉર્ફે વેલા લાલાભાઈ પરાલીયા દ્વારા પતિ અરવિંદભાઈ તથા તેના મિત્ર દેવકરણભાઇ બંને વાડીએથી બાઈક લઈને ઘર તરફ આવતા હોય ત્યારે વાડીના રસ્તે બાઈક ઊભું રાખવી પતિ અરવિંદભાઈ પર હુમલો કર્યો હતો .

જેમાં પતિ અરવિંદભાઈને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી પ્રેમી સહિત બંન્ને શખ્સો નાશી ગયા હતા આ તરફ બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી અરવિંદભાઈને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબે મૃત જાહેર કરતા મૃતકના ભાઈ ગોવર્ધનભાઈ પરાલીયા દ્વારા હત્યારા અરવિંદ ઉર્ફે એભલ રાજાભાઈ પરાલીયા તથા વિપુલ ઉર્ફે વેલા લાલાભાઈ પરાલીયા વિરુધ હત્યાનો ગુનો નોંધાવતા પોલીસે બંન્ને શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
