ગાજણવાવ, નિમકનગર તથા થળા ગામે દેશી દારૂના વેચાણ પર દરોડા
(જયેશભાઈ ઝાલા, ધ્રાંગધ્રા દ્વારા) ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના ઈનચાર્જ પીઆઇ એમ.બી.વીરજા સહિતની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કર્યું હતું જે દરમિયાન ગાજણવાવ ગામથી નારીચાણા ગામ તરફ જવાના રસ્તે 04 લિટર દેશી દારૂ કિંમત 800 રૂપિયા સાથે પ્રદીપભાઈ પરસોતમભાઈ ઇન્દરીયા રહે: ગાજણવાવ વાળાને ઝડપી લીધા હતા. જ્યારે નિમકનગર ગામના તળાવ નજીકથી 06 લિટર દેશી દારૂ કિંમત 1200 રૂપિયાનો જપ્ત કરી નાશી ગયેલ જગદીશભાઈ સિધારભાઈ વિધાણી રહે: નિમકનગર વાળા વિરુધ ગુનો નોંધાયો હતો આ તરફ થળા ગામના બસ સ્ટેન્ડ પાસેથી 03 લિટર દેશી દારૂ કિંમત 600 રૂપિયાનો જપ્ત કરી જગદીશભાઈ ઈશ્વરભાઈ અજાણી રહે: થળા વાળા વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે વ્રજપર ગામની ચોકડી નજીકથી રમેશભાઈ ગૌતમભાઈ તરાલ રહે: જેગડવા વાળાને નશાની હાલતમાં ઝડપી ગુનો નોંધી તમામ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.
