• રામદેવપુર ગામની સીમમાં છરીના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે જેમાં એક બાદ એક હત્યાના બનાવો સામે આવતા નજરે પડે છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે આગાઉ એક જ સમાજના બે યુવાનો વચ્ચે માથાકુટ થઈ હતી જેનું મનદુઃખ રાખી શખ્સો દ્વારા મુલાડીયા વિપુલભાઈ વજાભાઈ (ઉંમર: 28) વર્ષ વાળાને રામદેવપુર ગામની સીમમાં છરીના ત્રણથી ચાર જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવી નાશી ગયા હતા આ તરફ હત્યાના બનાવની વિગત ધ્રાંગધ્રા તાલુકા પોલીસને થતા ડીવાયએસપી, પીએસઆઇ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે હત્યાના બનાવને લઈ સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી જવા પામ્યો હતો.

