- ખેતી લાયક જમીન પર કબ્જો કરતા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ મુજબ અરજી કરી હતી
સુરેન્દ્રનગર: સાયલા તાલુકાના લાખાવડ ગામે ખેતી લાયક જમીન પર કબ્જો કરી વાવેતર કરતા બે શખ્સો વિરુદ્ધ જમીન માલિક દ્વારા લેન્ડ ગ્રેબિંગ મુજબ જિલ્લા કલેક્ટરને અરજી કરતા ગુન્હો નોંધાયો છે.
જેમાં ચોટીલા શહેરના જૂની મામલતદાર કચેરી નજીક રહેતા પ્રીતેશભાઇ કિશોરચંદ્ર શાહની સાયલા તાલુકાના લાખાવડ ગામે સર્વે નંબર ૭૪ બાલી ખેતી લાયક પાચ હેક્ટરથી વધુ હોય જેના પર લાખાવડ ગામના ધીરુભાઈ આપભાઇ ખવડ તથા રામભાઈ મેરામભાઈ ખવડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર કબ્જો કરી વાવેતર કરતા હોય.
જે અંગે અનેક વખત સમજાવા છતાં બંને શખ્સો પોતાનો કબજો નહીં છોડતા અંતે પ્રતીશભાઈ શાહ દ્વારા જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી કરતા જિલ્લા કલેક્ટરના હુકમથી ધજાળા પોલીસ મથક ખાતે ધીરુભાઈ આપભાઇ ખવડ તથા રામભાઈ મેરામભાઈ ખવડ વિરુધ લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હો નોંધાતા કાર્યવાહી હાથ ધરી છે.
