પઠાણી ઉઘરાણી કરતા એક મહિલા સહિત ૦૬ વિરુધ ગુનો નોંધાયો
ધ્રાંગધ્રા શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા કિશોરભાઈ ખીમાભાઇ કણઝરીયાને આગાઉ ઘરમાં આર્થિક ભીસ હોવાથી રણછોડભાઈ મોતીભાઈ ભરવાડ પાસેથી ૧.૩૦ લાખ રૂપિયા મેરાભાઈ સિંધાભાઈ ભરવાડ પાસેથી ૪ લાખ રૂપિયા, કલ્પેશભાઈ ગોપાલભાઈ મેવાડા ૩.૫૦ લાખ રૂપિયા, રમેશભાઈ ભીમાભાઇ ગમારા ૧.૫૦ લાખ રૂપિયા, નિમુબેન ઉર્ફે ગીતાબેન રાજેશભાઈ કોળી ૦૩ લાખ રૂપિયા તથા મહેશભાઈ મગનભાઇ ચૌહાણ પાસેથી ૦૫ લાખ રૂપિયા જુદાજુદા ૧૦ ટકા લેખે રૂપિયા લીધા હતા. જેની સામે બેન્કના ચેક પણ આપ્યા હતા. જ્યારે આ તમામ વ્યાજખોરોને સમયાંતરે મૂળી કરતા પણ વધુ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વારંવાર પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી યુવકે પોતાની રીક્ષા લઈ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી તબિયત સુધરતા સિટી પોલોક મથક ખાતે એક મહિલા સહિત છ શખ્સો વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
