સફેદ માટીનું ખનન કરતા છ ખનીજ માફિયા વિરુધ લેન્ડ ગ્રેબિંગ
મુળી તાલુકાના સરલા ગામે સરકારી સર્વે નંબર ૮૮૫/૧ વાળી જમીન પર ચાલતા સફેદ માટીના ખનન પર ગત ૩૧ મે ૨૦૨૫ના રોજ ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે દરોડો કર્યો હતો આ દરોડા દરમિયાન એક હિટાચી મશીન અને ત્રણ ડમ્ફર જપ્ત કરાયા હતા જે દરોડાના ૦૯ મહિના બાદ સફેદ માટીનું ખનન કરતા હિટાચી મશીનના માલિક વિજયભાઈ વાઘજીભાઇ શિહોરા, ડમ્ફર મલિક કાનાભાઈ મામૈયાભાઈ ખાંભલા, અરજણભાઈ સંગ્રામભાઈ કળોતરા, કાળુભાઇ મોતીભાઈ ખાંભલા તથા સફેદ માટીનું ખનન કરનાર જયપાલસિંહ ભરતસિંહ કાઠિયા અને મુકેશભાઈ જાદવભાઈ શિહોરા સહિત છ શખ્સો વિરુધ સરકારી જમીન પચાવી પાડવા અંગે લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુનો મૂળી પોલોક મથક ખાતે મૂળી નાયબ મામલતદાર દ્વારા નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરી છે
