પરિણીતાના પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરાર કરી રહેતા હોવાનો આક્ષેપ
લીંબડી ખાતે રહેતા પરિણીતાના લગ્ન વર્ષ ૨૦૧૫માં ભોયકા ગામે રહેતા કિરણકુમાર જેઠાભાઈ ચૌહાણ સાથે થયા હતા જે બાદ થોડા સમય સુધી સાસરિયામાં સંયુક્ત કુટુંબમાં રહેતા હતા આ દરમિયાન પરણિતાને બે જોડિયા બાળકોનો જન્મ પણ થયો હતો જે બાદ સરકારી નોકરી મળતા પરણિતા રાણપુર ખાતે રહેતા હતા પરંતુ સસરાને બીમારી થતા પોતે ફરીથી ભોયકા ખાતે રહેવા માટે આવ્યા હતા આ સમય દરમિયાન પરણિતાને પોતાના પતિ સાથે અન્ય મહિલાના સંબંધ હોવાની જાણ થતા સાસરી પક્ષના અન્ય સભ્યોને જાણ કરી હતી પરંતુ સાસુ અને સસરા કરિયાવર બાબતે અને નોકરીના પગાર બાબતે માનસિક તથા શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું પરંતુ બધુજ સહન કરી પરણિતા સાસરીના રહેતા હોવા છતાં પતિ અન્ય મહિલા સાથે મૈત્રી કરાર કરી લીધા હતા જેથી પરણીતા પોતાના બન્ને સંતાનોને લઈ નોકરીના પગારમાંથી ખરીદેલ પોતાના લીંબડી ખાતેના મકાનમાં રહેવા ચાલ્યા ગયા હતા જ્યાં પતિ સાસુ સાસરા અને જેઠ દ્વારા કરિયાવર બાબતે માનસિક ત્રાસ આપતા હોવાથી અંતે પરણિતાએ પતિ કિરણકુમાર ચૌહાણ, સસરા જેઠાભાઈ ચૌહાણ, સાસુ કાનુબેન ચૌહાણ તથા જેઠ મહેન્દ્રભાઈ ચૌહાણ વિરુધ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
