દરોડા દરમિયાન છ જુગારીઓ ઝડપાયા: બે નાશી છૂટ્યા
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક વિસ્તારના શેખડોદ ગામની સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના સ્ટાફે શેખડોદ ગામે કોરિયાના માર્ગે આવેલી વાડીના શેઢે દરોડો કરી ગંજીપાના વડે જુગાર રમતા રાજદીપભાઈ ગભરીભાઈ ખાચર(જુગારધામ ચલાવનાર), સકીલ હનીફભાઈ ગરાણા, સિકંદર ઇબ્રાહીમભાઇ ગરાણા, રજાક નુરમહંમદ ભાઈ ગરાણા, વિનુ જગાભાઈ મેટાલીયા, ભરત નારાયણભાઈ મકવાણા સહિતના શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 12,160 રૂપિયા એક મોબાઇલ કિંમત 5000 રૂપિયા મળી 17,160 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી દરોડા દરમિયાન નાશી ગયેલ સલીમ અનવરભાઈ ગરાણા તથા હાજીભાઈ સમદભાઈ ગરાણા સહિત કુલ આઠ શખ્સો વિરુધ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
