સગાઈમાં આવવાની મનાઈ કરતા શખ્સે હુમલો કર્યો
ચોટીલા તાલુકાના કંથારિયા ગામે વાડીમાં ખેત મજૂરી કામ કરતા પ્રભુભાઈ રામાભાઈ ઠાકોર તથા તેઓના પત્ની પોતાના બાજુમાં આવેલ વાડીએ બેઠા હોય જે દરમિયાન પાડોશી રસિકભાઈ ઝીણાભાઇ ડેડાણીયા દ્વારા પોતાના સાળાન લગ્નમાં જવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ પ્રભુભાઈ ઠાકોર લગ્નમાં જવા માટે મનાઈ કરતા ઉશ્કેરાઈ ગયેલા રસિકભાઈ દ્વારા માથાકુટ કરતા બંને પતિ પત્ની ત્યાંથી ચાલતા ગયા હતા અને પિતાની વાડી ખાતે જઈ ખાટલામાં સૂઈ ગયા હતા તેવામાં રસિકભાઈ લાકડાના ધોકો લઈ પ્રભુભાઈ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જતા તાત્કાલિક ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ખસેડી બાદમાં હુમલાખોર શખ્સ વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.
