ધાર્મિક જગ્યા પર ગેરકાયદેસર કબ્જો કર્યો હોવાના આક્ષેપ
દેશની સંસ્કારી અને ધાર્મિક પાર્ટી તરીકે ઉભરાયેલી ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે બહુમત હાંસિલ કરી રહી છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ ધાર્મિક જગ્યાને પચાવી પાડવામાં જરાય ખચકાટ અનુભવતા નથી. જેને લઈ ભાજપ માત્ર રાજનીતિ માટે જ ધર્મ અને ભગવાનનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક એવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ભાજપના નેતા અને આગેવાન દ્વારા ધાર્મિક જગ્યા પર ગેરકાયદેસર કબ્જો હોવાના લીધે લેન્ડ ગ્રેબિંગ મુજબની આથી કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક બેંકના ચેરમેન અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હરદેવસિંહ પરમાર સામે ધાર્મિક જમીન હડપ કરવાના ગંભીર આક્ષેપ સાથે લેન્ડ ગ્રેબિંગનો અરજી કરવામાં આવી છે મૂળી તાલુકાના ઉમરડા ગામે કોયા બાપાની જગ્યા તરીકે ઓળખાતા ધાર્મિક સ્થળ પર પૂજા અર્ચના કરી દેખરેખ રાખતા પૂજારીને ખર્ચ માટે દિવેલમાં મળેલી જમીન પર મૂળી ભાજપના આગેવાન અને સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક બેંકના પૂર્વ ચેરમેન હરદેવસિંહ પરમાર તથા જગાભાઈ આહિર સહિત બે વિરુધ જિલ્લા કલેકટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે જોકે સામાન્ય લોકો પર લેન્ડ ગ્રેબિંગની અરજી બાદ તાત્કાલિક ગુનો નોંધવા માટેના કાયદો હવે ભાજપના નેતા સામે પણ લાગુ પડે છે કે નહીં તેના પર સૌની મીટ મંડાયેલી છે.
