(જીવદયા પ્રેમીઓ દ્વારા ત્રણ શખ્સોને ઝડપી પોલીસને સોંપ્યા)

સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના ખોડું ગામે જીવદયા પ્રેમી મનીષભાઈ રબારીને એક બોલેરો કારમાં કતલખાને પશુ લઈ જતા હોવાની બાતમી મળતા તેઓ અન્ય જીવદયા પ્રેમીઓને જાણ કરી ટીમ દ્વારા ખોડુ ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી ઊભા હોય.
જે દરમિયાન એક બોલેરો કાર જીજે ૧૫ એક્સ એક્સ ૮૪૬૭ નંબરની નીકળતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી બે નંગ પાડા તથા એક નાની પાડી કુલ ત્રણ પશુ જોવા મળતા બોલેરો ચાલકને પશુ બાબતે પૂછતા તેની પાસે કોઈ દાખલો અથવા પશુ હેરફેર માટેના આધાર પુરાવા નહીં હોવાથી
બોલેરો ચાલક દાનાભાઈ અણદાભાઇ ભુંડિયા તથા અન્ય બે ઈસમો જેમાં રોહિતભાઈ વિનોદભાઈ સાઢમીયા તથા બાબુભાઈ જોરુભાઈ માથાસુરીયા સહિત ત્રણ વિરુધ જોરાવરનગર પોલીસ મથકે પશુ ક્રૂરતા અધિનિયમ મુજબનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
