• ચરાડવા ગામે રોડ બાબતે જાગૃત નાગરિકે ધારાસભ્યને આડે હાથે લીધા
(મયુર રાવલ દ્વારા) હળવદ: હળવદ ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વારમોરા વારંવાર સોશિયલ મીડિયા અને જાહેર સભામાં ભારતને વિશ્વ ગુરુ બનાવવાની વાતો કરે છે. પરંતુ ધારાસભ્ય વરમોરાના પોતાના જ મત વિસ્તારમાં રોડની સમસ્યાને લઈ જાગૃત નાગરિકે ઉધડો લીધો હતો.
જેમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને ગામના જાગૃત નાગરિક દ્વારા દશ હજારની વસ્તી ધરાવતા ચરાડવા ગામમાં સરકારી હોસ્પિટલ તરફ જવાનો માર્ગ બિસ્માર હોવાની રજૂઆત કરી હતી.
જોકે ધારાસભ્ય વરમોરા થોડા ક્ષણ સુધી રાખક કરી બાદમાં ચાલતી પકડી હતી. આ અગાઉ પણ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને સોશિયલ મીડિયામાં અનેક લોકોના કટાક્ષ ઝીલવા પડ્યા હતા તેવામાં સ્થાનિક મતદાતાઓ દ્વારા ધારાસભ્ય ફોન પણ નહીં ઉઠાવતા હોવાનો આક્ષેપ કરાયો છે.
