• અગાઉની મોડસ ઓપરેન્ડીથી વધુ એક પ્રાંતિજના શખ્સ સાથે છેતરપિંડી આચરી
સુરેન્દ્રનગર(બ્યુરો): સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે એક મહિનામાં બીજી વખત ડોલર આપવાના બહાને છેતરપિંડી આચરવાનું સામે આવ્યું છે. જેમાં આગાઉ અમદાવાદના યુવાનને વિશ્વાસમાં લઈ ડોલર આપવાના બહાને દશ લાખની છેતરપિંડી આચરી હતી જે અંગેની ગુન્હો પણ લીંબડી પોલીસ મથકે નોંધાયો છે.
ત્યારે વધુ એક આ પ્રકારનો કિસ્સો લીંબડી ખાતે સામે આવ્યો હતો જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકા ખાતે રહેતા નવનિતભાઈ ભાઈલાલભાઈ પટેલ તારીખ ૭ સપ્ટેમ્બરના રોજ પોતાની દુકાને હાજર હોય ત્યારે મુકેશભાઈ નામના ઇશામનો ફોન આવેલ અને તેઓ દ્વારા અગાઉ સગાઈની વાત કરી હોવાથી યુવાનને પિતાની ઓળખ આપી ભંગારના સેલમાંથી ડોલર નીકળ્યા હોવાનું જણાવતા સસ્તા ભાવે ડોલર આપવાનું જણાવ્યું હતું.
જેથી આ અંગે યુવાને પોતાના મિત્ર અમિતભાઇને વાત કરી હતી જેથી અમિતભાઈ ડોલર લેવા માટે તૈયારી દર્શાવતા બંને મિત્રો ડોલર લેવા માટે મુકેશભાઈના સંપર્ક કરતા તેઓએ જીતુભાઈ નામના ઇશમનો સંપર્ક કરાવી ડોલરનું સેમ્પલ લીંબડી ખાતે આવીને લઈ જવા જણાવ્યું હતું.
જેથી બંને મિત્રો લીંબડી આવી એક ડોલર સેમ્પલ માટે લઈ જઈ વિશ્વાસમાં આવી જતા ફરીથી ૮૫૭૧ ડોલર લેવા માટે ૬.૨૦ લાખ રૂપિયા લઈ લીંબડી ખાતે આવતા જીતુભાઈ દ્વારા એક અજાણ્યા માણસને લીંબડી બસ સ્ટેન્ડ ખાતે મોકલી બંને મિત્રોને થેલીમાં ડોલર દેખાડી બાદમાં ચતુરાઈથી થી બદલી નાખી હતી.
જ્યારે બંને મિત્રો કરણ ઘર તરફ પરત જતા હતા ત્યારે અમિતભાઇ દ્વારા થેલીમાં તપાસ કરતા માત્ર ૧૭૫ ડોલર નીકળતા વારંવાર ફોન કરવા છતાં મુકેશભાઈ તથા જીતુભાઈ દ્વારા ફોન નહીં ઉઠાવતા અંતે છેતરાયા હોવાની જાણ થતા નવનીતભાઈ પટેલ દ્વારા મુકેશભાઈ જીતુભાઈ તથા એક અજાણ્યા ઇશમ વિરુધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
