• બંધ મકાનને ટાર્ગેટ કરો તસ્કરો ૭૯ હજાર રૂપિયાની મત્તા ચોરી ગયા
સુરેન્દ્રનગર(બ્યુરો): પાટડી તાલુકાના મોટા ઉભડા ગામના અને હાલ ભરૂચ ખાતે રહેતા સ્મિતભાઈ દિલીપભાઈ પટેલને પોતાના પિતાનો ફોન આવેલ અને જણાવેલ કે તેઓના મોટા ઉભડા ગામના મકાનમાં ચોરી થયેલ છે.
જેથી સ્મિતભાઈ પોતાના પરિવાર સાથે મોટા ઉભડા ગામે આવી તપાસ કરતા ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હોય અને મુખ્ય દરવાજાનો નકૂચો તોડી કોઈ અજાણ્યા ઈશમ ઘરમાં પ્રવેશી કબાટમાંથી ૨૨ ગ્રામ સોનાની માળા તથા રોકડ દશ હજાર રૂપિયા એમ કુલ ૭૯ હજારનો મુદામાલ ચોરી કરી ગયા હોવાનું સામે આવતા પોલીસ મથકે અજાણ્યા ચોર ઈશમ વિરુધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
