• મે.ડ્રોવેલ વાયર્સ પ્રા.લિમિટેડના સંચાલક વિરુધ ગુન્હો નોંધાયો
સુરેન્દ્રનગર(બ્યુરો): સુરેન્દ્રનગર જિલ્લામાં ઉધોગોની સ્થાપના સાથે પ્રદૂષણનું પમાં પણ વધી રહ્યું છે અનેક ઉધોગો દ્વારા જીપીસીબીના નિયમોનો ઉલાળીયો કરી ઉધોગોમાંથી નીકળતું વેસ્ટ જાહેરમાં ઠાલવી પ્રદૂષણ ફેલાવતા હોય છે.
ત્યારે આગાઉ લખતર – ઝમર રોડ ખાતે તળાવમાં કોઈ ઈસમો કેમિકલ યુક્ત ઠાલવ્યું હોવાની ફરિયાદ મામલતદારને કરાઈ હતી જે અંગે મામલતદાર દ્વારા નાની સિંચાઈ યોજનાને આ અંગે જાણ કરતા ટીમ સ્થળ પર જઈ જીપીસીબી જાણ કરી પાણીના સેમ્પલ લઈ બાદમાં આ તળાવથી નજીક આવેલી મેં.ડ્રોવેલ વાયર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીમાંથી સેમ્પલ લઈ લેબોરેટરી માટે મોકલી આપ્યા હતા.
જે બાદ બંને નમૂના કોઈ ફેરફાર નહીં હોવાનું સામે આવતા ખાનગી કામોની દ્વારા કેમિકલ યુક્ત પાણી ઠાલવ્યું હોવાનું છતું થયું હતું જેને લઈ નાની સિંચાઈ યોજના પેટ વિભાગીયના મદદનીશ ઇજનેર બિપીનકુમાર ગામેતી દ્વારા મેં.ડ્રોવેલ વાયર્સ પ્રાઇવેટ લિમિટેડન સંચાલક વિરુધ લખતર પોલીસ મથકે ગુન્હો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.
