• એક મહિનામાં જ ખાડા પડવાની શરૂઆત થતા ભ્રષ્ટાચારના આક્ષેપ
સુરેન્દ્રનગર(બ્યુરો): રાજ્યમાં વરસાદના લીધે પડેલા ખાડાને દૂર કરવા હવે તંત્ર કંઈ લાગ્યું છે પરંતુ જ્યારે રોડ નિર્માણને માત્ર એક મહિનો જ થયો હોય તેવા રોડ પર ખાડા પડવા એટલે ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્પષ્ટપણે સાબિતી સામે આવે છે.

તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં પણ આ પ્રકારની સ્થિતિ ઉદભવ થઈ છે જેમાં વર્ષો પૂર્વે નિર્માણ થયેલ ધ્રાંગધ્રા શહેરના ગુરુકુળ ગેઇટથી લઈ ડો.બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધીના રોડમાં ઠેર ઠેર ખાડા હોવાને લીધે અહીંથી નીકળતા રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને વારંવાર આ ખાડા બાબતે સ્થાનિક તંત્ર, ધારાસભ્ય અને સાંસદ સભ્ય સુધી રજૂઆત કરી હતી.
જેને લઇ બાદમાં અંતે ગત વર્ષે રોડ નિર્માણને મજૂરી આપી ગૌરવપથ રોડનું કામ શરૂ કરી હાલમાં જ રોડ નિર્માણ થઈ પૂર્ણ કરવામાં આવ્યો હતો પરંતુ આ રોડના કેટલો ભ્રષ્ટાચાર આચર્યો હશે કે રોડ નિર્માણના એક મહિના બાદ જ હવે આ રોડ પર પણ ખાડા પડવા લાગ્યા છે.
જોકે આગાઉ પણ રોડ નિર્માણ સમયે ભ્રષ્ટાચાર આચરતો હોવાની રજૂઆત કરાઈ હતી પરંતુ તંત્રે ધ્યાન નહીં આપતા હવે આ ભ્રષ્ટાચાર ખુલીને સામે આવ્યો છે તેવામાં બંધ આંખોથી જોતા તંત્રને હવે ખાડા પડ્યા બાદ આંખ ઉઘડે અને મહિના પૂર્વે રોડ નિર્માણ કરનાર અને ભ્રષ્ટાચાર આચરનાર કોન્ટ્રાકટર વિરુધ કાર્યવાહી કરે તેવી સ્થાનિક જનતાની માંગ ઉઠવા પામી છે.
