• સભા દરમિયાન એજાર ગામના સરપંચ સહિત ૩૦થી વધુ લોકો AAPમાં જોડાયા
ધ્રાંગધ્રા: રાજ્યમાં ચૂંટણી નજીક આવતા જ દરેક રાજકીય પાર્ટી દ્વારા પોતાની તૈયારી તેજ કરી દીધી છે તેવામાં હવે આ વખતે સ્થાનિક સ્વરાજ્ય, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારે તેવી શક્યતા નજરે પડે છે.

જેને લઇ ઠેર ઠેર સભાઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા “ગુજરાત જોડો” અભિયાન અંતર્ગત સભાનું આયોજન કરાયું હતું જેમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા, અમૃત મકવાણા, વિક્રમભાઈ દવે સહિતના આગેવાનોની હાજરીમાં એજાર ગામના સરપંચ સહિત જુદા જુદા ગામોના કુલ ૩૦ જેટલા લોકો આપમાં જોડાયા હતા.
