• મૃતકની પત્ની, પ્રેમી અને સાળા વિરુધ પોલીસ મથકે ગુન્હો નોંધાયો
સુરેન્દ્રનગર: થાનગઢ શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ દેવજીભાઈ મકવાણાના લગ્ન આશરે પંદરેક વર્ષ પૂર્વે મૂળી તાલુકાના રાયસંગપર ગામના લક્ષ્મીબેન સાથે થયા હતા જે બાદ બંને પતિ પત્ની થાનગઢ ખાતે સંયુક્ત કુટુંબમાં રહીને જીવન ગુજારતા હતા પરંતુ ચેતનભાઈને વાંકાનેર ખાતે કારખાનામાં નોકરી થતા બંને પતિ પત્ની વાંકાનેર ખાતે રહેવા માટે ચાલ્યા ગયા હતા જ્યાં લક્ષ્મીબેનને ભાવેશભાઈ કોળી સાથે પ્રેમ સબંધ બાંધવાની જાણ પતિ ચેતનભાઈને થતા વારંવાર પત્નીને આ બાબતે ઠપકો આપ્યો હતો પરંતુ પત્નીએ પ્રેમ સબંધ યથાવત રાખ્યા હતા જેથી પતિ ચેતનભાઈ દ્વારા સાળા અશોકભાઈ કામાભાઈ રાઠોડને પણ જાણ કરતા તેઓ પણ બનેવીને માથાકુટ કરવા લાગ્યા હતા જેથી પત્નીના પ્રેમ સબંધમાં ભાવેશભાઈ કોળીને પણ પોતાની પત્ની સાથે સંબંધ મૂકી દેવાનું જણાવતા તેઓ પણ ચેતનભાઈને ધમકી આપી હતી. જેથી કંટાળી જઈ ચેતનભાઈ અંતે ઝેરી દવા પી લઈ જીવા ટૂંકાવ્યું હતું જેને લઈ ચેતનભાઇના ભાઈ વિક્રમભાઈ દેવજીભાઈ મકવાણા દ્વારા ચેતનભાઇના પત્ની લક્ષ્મીબેન, અશોકભાઈ કામાભાઈ રાઠોડ તથા ભાવેશ કોળી વિરુધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
