• મજૂર પોતાના ભાઈને મળવા અન્ય વાડી પર જતા માલિકે ગુસ્સો કરી કુવામાં ધક્કો માર્યો
સુરેન્દ્રનગર: સાયલા તાલુકાના ડોળિયા ગામે ખેત મજૂરી કામ કરતા પીડિયાભાઈ કમલાભાઈ સાંગોડ જયદીપભાઈ જેઠુરભાઈ ચૌહાણની વાડી પર મજૂરો કદમ કરતા હોય અને પોતાના ભાઈ પણ અહીં ગામની એની વાડીમાં ખેત મજૂરી કામ કરતા હોય
જેથી પીડીયાભાઈ પોતાના ખેતર માલિકને કહ્યા વગર ભાઈ જ્યાં કામ કરતા હોય ત્યાં વાડીએ ગયા હતા અને પોતાના ભાઈ અને બનેવી વાડીના કૂવામાં ન્હાવા માટે તૈયારી કરતા હોય અને કૂવા પાસે ઊભા હોય તેવામાં પીડીયાભાઈના વાડી માલિક જયદીપભાઈ ચૌહાણ પોતાનું બાઈક લઈને આવી
પીડિયાભાઈને જેમતેમ ગાળો આપી ત્રણ ચાર તમાચા ઝીંકી દીધા હતા અને “મને પૂછ્યા વગર તું અહીંયા કેમ આવ્યો ? હવે જો પૂછ્યા વગર ક્યાંય ગયો તો કૂવામાં ધક્કો મારી દઇશ” તેમ કહી ઉશ્કેરાઈ જઇ કુવામાં ધક્કો મારતા પીડિયાભાઈ કૂવામાં પડી જતા તેઓની મોત નીપજ્યું હતું
આ તરફ ગભરાઈ ગયેલા મૃતકના ભાઈ અને બનેવી જયદીપભાઈનું બાઈક લઈ ભાગી ગયા હતા જે બાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક પીડિયાભાઈની લાશ કૂવામાંથી બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી જયદીપભાઈ ઉર્ફે દિગ્વિજય ઉર્ફે દીગુ જેઠુરભાઈ ચૌહાણ વિરુધ સાયલા પોલીસ મથકે મૃતકના ભાઈ નેમુભાઈ કમલાભાઈ સાંગોડ દ્વારા ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
