• ત્રણ શખ્સો નાશી જવામાં સફળ રહ્યા
સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા સતાપર ગામે સ્મશાન પાસે કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની બાતમીને આધારે દરોડો કરી જનકભાઈ સોંડાભાઈ ગેલડીયા, ડીંગાભાઈ બેચરભાઈ ઝીંઝુવાડિયા, મહેશભાઈ બાબુભાઈ બારૈયા, કનૈયાભાઈ ઉર્ફે કાનો લાભુભાઈ કાચરોલા, ઘનશ્યામભાઈ ઉર્ફે બકાલી વિઠ્ઠલભાઈ માલકિયા, સિંધાભાઈ નાનુભાઈ વાસાણી તથા નરશીભાઈ ગોરધનભાઇભાઈ ઝીંઝુવાડિયા સહિતનાઓને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લઇ રોકડ ૨૮,૪૫૦ રૂપિયા, ૪ નંગ મોબાઇલ કિંમત ૧૨,૦૦૦ રૂપિયા તથા ૭ નંગ બાઈક કિંમત ૨.૧૦ લાખ રૂપિયા એમ કુલ મળી ૨,૫૦,૪૫૦/- રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ ત્રણ અજાણ્યા બાઇક ચાલક સહિત કુલ દસ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
