• વિદેશી દારૂ, બિયર અને મોબાઇલ સહિત ૧.૯૪ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત
સુરેન્દ્રનગર: લીંબડી તાલુકાના ભલગામડા ગામે રહેણાક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ થતો હોવાની બાતમી સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી ટીમને મળતા પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ સહિતના સ્ટાફે ભલગામડા ગામે રહેતા ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજુભા નટુભા રાણાના રહેણાક મકાન ખાતે દરોડો કરી
વિદેશી દારૂની નાની મોટી કુલ ૫૨૬ નંગ બોટલ કિંમત ૧,૯૦,૪૦૦ રૂપિયા, બિયર ટીન ૨૧ નંગ કિંમત ૩૭૮૦ રૂપિયાની જપ્ત કરી ગજેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લઇ તેની પાસેથી એક મોબાઇલ કિંમત ૫૦૦ રૂપિયાનો એમ કુલ ૧,૯૪,૬૮૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી પ્રાથમિક પૂછપરછમાં સંડોવાયેલ સંજયસિંહ ઉર્ફે ટીનો અનિરુધ્ધસિહ રાણા રહે: ભલગામડા વાળા હાજર નહિ મળી આવતા બે વિરુધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
