• એક હાથ બનાવટની સિંગલ બેરલ મઝરલોડ બંધુક જપ્ત કરાઇ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ દસાડા નજીક પેટ્રોલીંગમાં હોય તેવા સમયે મેરા ગામથી નાવિયાણી ગામ તરફ જવાના રસ્તે એક શખ્સ ગેરકાયદેસર બંધુક સાથે હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવી યાસીનભાઈ ઈસ્માઈલભાઈ સંધિ રહે: મેરા ગામ વાળાને ઝડપી લઇ તેની પાસેથી હાથ બનાવટની સિંગલ બેરલ બંદૂક કિંમત બે હજાર રૂપિયાની જપ્ત કરી શખ્સ વિરુધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
