(ચંદુભાઈ પ્રજાપતિ)થાનગઢઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધરમ પાર્ક સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્ય ગરબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના પવિત્ર પર્વમાં રોજ માતાજીની વિશેષ આરાધના સાથે ભક્તિભરી ગરબાઓનું આયોજન કરવામાં આવે છે.
પાંચમા નોરતા નિમિત્તે ખાસ કાર્યક્રમ અંતર્ગત સોસાયટીની નાની બાળાએ નવદુર્ગા સ્વરૂપે વેશ ધારણ કર્યો હતો. નવદુર્ગાના આ રૂપને જોઈ ભક્તો ભાવવિભોર બની ગયા હતા. માતાજીના આદર સાથે સૌએ આનંદોત્સવ માણ્યો હતો.
સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણમાં યોજાયેલા આ ગરબી મહોત્સવમાં સોસાયટીના નાનાથી લઈ મોટા સુધીના લોકોએ ઉત્સાહપૂર્વક માતાજીની આરાધના કરી હતી.
