• નાની બાળાઓ નવદુર્ગાના પહેરવેશમાં પૂજન કરાયું

રાજ્યમાં હાલ નવરાત્રીનો પર્વ ઉજવાય રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની દ્વારા શક્તિ માતાજીના મંદિર ખાતે નાની બાળાઓને નવદુર્ગાની પહેરવેશ પહેરાવી પૂજન કરવામાં આવ્યું હતું આ સાથે VHP દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અનિલભાઈ રાવલ, બજરંગ દળના ઋતુલભાઈ ધામેચા, મહેશભાઈ મકવાણા, હિતેશભાઈ ચૌહાણ સહિત અનેક હિંદુ સંગઠનના આગેવાનો જોડાયા હતા.

