• દશ દિવસ પૂર્વે વારાહી ગેસ એજન્સી પર દરોડો કરી કૌભાંડ ખુલ્લું પડ્યું હતું
ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા શહેરના ચામુંડા રોડ પર આવેલા ગુજરાત ગેસ એજન્સી ખાતે દશેક દિવસ અગાઉ આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું.
જેમાં ગેસ એજન્સીની આડમાં ગેસ ચોરી કરી અન્ય ખાલી સિલિન્ડરોમાં ગેસ ભરવાની અતિ જોખમી પ્રક્રિયા ચાલતી હોવાનું સામે આવ્યું હતું.
તે સમયે અધિકારીઓ દ્વારા ગેસ એજન્સી સીલ કરી તમામ મુદામાલ જપ્ત કર્યો હતો જે બાદ અંતે ગેસ એજન્સી ચલાવનાર ભરતભાઈ મનુભાઈ રાજવીર તથા સિરજખાન દિલાવરખાન પઠાણ વિરુધ ચોટીલા પોલીસ મથક ખાતે ઈનચાર્જ મામલતદાર દેવેન્દ્રકુમાર નવીનચંદ્ર વ્યાસ દ્વારા ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
