Halvad : હળવદ તાલુકાના રણછોડગઢ ગામમાં રહેતા વૃધ્ધાના પુત્રએ ગામની જ યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હોય યુવતીની માતા અને ભાઈએ યુવાનના ઘરે જઇ વૃધ્ધાને ધોકા વડે ફટકારી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
રણછોડગઢ ગામે (Ranchhodgadh village) રહેતા કુંવરબેન બાબુભાઇ મોલાડીયા (ઉ.વ.70)ના પુત્રએ જાલુબેનની પુત્રી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેનો ખાર રાખી જાલુબેન સંધુભાઈ ફિસડીયા અને તેજાભાઈ સંધુભાઈ ફિસડીયાએ ગત 28મી સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે કુંવરબેનના ઘરે ધસી ગયા હતા અને અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.
બનાવ અંગે કુંવરબેનએ હળવદ પોલીસે મથકે (Halvad Police Station) જાલુબેન સંધુભાઈ ફિસડીયા અને તેજાભાઈ સંધુભાઈ ફિસડીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
