Wankaner News : વાંકાનેર શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ગીતાબેન દેશળભાઈ પરમાર (ઉ.વ.67) નામના વૃધ્ધા ગત તા.28ના રોજ રાત્રીના સમયે પોતાના ઘેર હતા ત્યારે વોશરૂમ જતા બેભાન થઈ પડી ગયા હતા. ઘટના બાદ વૃધ્ધાને સારવારમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે (wankaner city police station) અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
