(દિનેશભાઇ કોશિયા દ્વારા) ચોટીલામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઝરમર – ઝરમર વરસાદમા ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજીના સાનિધ્યમાં આઠમના નોરતાએ ઝરમર વરસાદ હોવા છતાં ભક્તોની આસ્થામાં કોઈ ઓટ આવી નથી. ચોટીલા ડુંગર પર પરંપરાગત રીતે મહંત પરિવાર દ્વારા હવન કરવામાં આવ્યો હતો અને આ વરસાદી વાતાવરણ હોવા છતાં પણ દૂર દૂરથી માઈ ભક્તો હવનના દર્શન કરવા ડુંગર પર દર્શને પહોંચ્યા હતા. આ સાથે માતાજીની ભક્તિ સામે તમામ પ્રકારની સ્થિતિએ ભક્તોએ માત્ર માતાજીની આસ્થાને મોખરે ગણાવી હતી.
