• વિદેશી દારૂ તથા બિયર સહિત ૩.૬૫ લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો.
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે શહેરના નરસિપરા વિસ્તારમાં વિદેશી દારૂનું ખાનગીમાં વેચાણ થતું હોવાની બાતમીને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વય.પઠાણ, પ્રતાપસિંહ રાઠોડ, પેરોલ ટીમના દશરથભાઈ રબારી, યુવરાજસિંહ સોલંકી સહજતનાઓ દ્વારા બાતમી વાળા સ્થળે જઈ દરોડો કરતા પોલીસને જોઈ એક ઇશમ નાશી ગયો હતો જ્યારે સ્થળ પર પડેલી જીજે ૦૧ એચ ડબલ્યુ ૫૧૧૭ નંબર વાળી એક ક્રેટા કારમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડના ૧૦૦૮ નંગ બોટલ (કિંમત ૩,૧૨,૯૬૦), બિયર ટીન ૨૪૦ નંગ (કિંમત ૫૨,૮૦૦) તથા એક કાર (કિંમત ૫,૦૦,૦૦૦) એમ કુલ ૮,૬૫,૭૨૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ નીતિનભાઇ મથુરભાઈ પરમાર (દલવાડી) રહે: નરસિપરા વાળા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
