• મિત્રને આપવાના રૂપિયાની ઉઘરાણી કરવા બે શખ્સોએ અપહરણ કર્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં હાલ સાણંદ તાલુકાના મોરૈયા ગામે રહેતા અને મૂળ ચુડા તાલુકાના કોરડા ગામના નીતિનભાઇ નાગરભાઈ શ્રીમાળી પોતાના પરિવાર સાથે કોરડા ગામે માતાજીના નિવેધ કરવા માટે આવ્યા હતા અને પોતાની કાર પાર્ક કરીને બેઠા હોય તેવા સમયે ભાણેજડા ગામના આલકુભાઈ લઘુભાઈ ભાંભળ બાઈક લઈને ત્યાં આવી નીતિનભાઇને કહેલ કે ” મોટાભાઈ રામકુભાઈને મન્ટુભાઈ પભાભાઈ પનારીયા પાસેથી ૪૦ હજાર રૂપિયા લેવાના છે અને મન્ટુભાઈને તમારી પાસે રૂપિયા લેવાના છે જેથી મન્ટુભાઈને આપવાના નીકળતા રૂપિયા મને આપો” જેથી નીતિનભાઇએ રૂપિયા આપવાની મનાઈ કરતા આલકુભાઈએ પોતાના ભાઈ રામકુભાઈને બોલાવી બંને ભાઈઓ દ્વારા નીતિનભાઈને પોતાના બાઇક પર બેસાડી અપહરણ કરી વાડીએ લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી એક અજાણ્યા શખ્સ સહિત ત્રણેય દ્વારા નીતિનભાઈને કલાકો સુધી ઓરડીમાં ગોંધી રાખી અંતે રૂપિયા આપી દેવા અને કેસ નહીં કરવાની ધમકી આપી છોડી મૂક્યા હતા જેથી પોતાનો જીવ બચાવી ઘરે આવેલ નીતિનભાઇ દ્વારા આલાકુભાઈ લઘુભાઈ ભાંભળા, રામકુભાઈ લઘુભાઈ ભાંભળા તથા એક અજાણ્યા ઇશમ વિરુધ ગુન્હો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
