• ૧.૫૦ લાખ રૂપિયાના ફટાકડાનો જથ્થો જપ્ત કરાયો
રાજ્યમાં દિવાળીનો પર્વ નજીક આવતા ફટાકડાની સિઝન પર શરૂ થઈ છે. તેવામાં કેટલાક વિસ્તારોમાં ફટાકડા વેચાણ થતા સ્ટોલ ગેરકાયદેસર ધમધમે છે જેના લીધે કોઈપણ સમયે મોટી દુર્ઘટના થવાની શક્યતા રહે છે તેવામાં ધ્રાંગધ્રા શહેરમાં મનફાવે ત્યાં દર વર્ષે ૧૦૦થી વધુ ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ઊભા કરી દેવામાં આવે છે ત્યારે આ વર્ષે ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ શરૂ થાય તે પૂર્વે જ પ્રાંત અધિકારી દ્વારા સપાટો બોલાવ્યો હતો જેમાં ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક ખાતે શરૂ કરેલ લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ પર પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા ટીમ સાથે દરોડો કરવામાં આવ્યો હતો જ્યારે આ સ્ટીલ પરથી કુલ ૧.૫૦ લાખ રૂપિયાના ફટાકડાનો જથ્થો જપ્ત કરી સ્ટોલ ધારક વિરુધ કાર્યવાહી પણ હાથ ધરી હતી.
