• કારમાં લઈ જવાયા પશુઓને છોડાવી ત્રણ શખ્સોને ઝડપી લીધા
લીંબડી હાઈવે પર વારંવાર પશુઓની તસ્કરી ઝડપી લેવાય છે ત્યારે લીંબડી જીવદયા પ્રેમી રઘુભાઈ ભરવાડ, વિજયભાઈ સહિતનાઓ દ્વારા હાઇવે પર વોચ રાખી ઊભા હોય તેવા સમયે એક મારુતિ સુઝુકી કાર જીજે ૧૩ એન ૯૫૪૦ નંબર વાળી નીકળતા આ કારણે અટકાવી તપાસ કરતા અંદરથી બે જીવતા પાડા મળી આવ્યા હતા જેથી કતલખાને લઈ જવાના ઇરાદે લઈ જવાતા બંને પશુઓને બચાવી સલીમભાઈ અલ્લાઉદીનભાઈ કારવા, હર્ષદ અરવિંદભાઈ જામળીયા તથા સદ્દામ તોફીકભાઈ કોડિયાને ઝડપી લઇ ત્રણેય વિરુધ લીંબડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
