• ભુવા દ્વારા કાળી વિધાના આરોપથી પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો
(દિનેશભાઇ કોશિયા દ્વારા) ચોટીલા તાલુકાના કાબરણ ગામે એક પરિવાર પર સામતભાઈ દેવશીભાઈ પરમાર દ્વારા તાંત્રિક વિધિ કરી હોવાનો આરોપ મૂક્યો હતો. જેથી પીડિત પરિવારની છબીને ગામમાં હની પહોંચી હતી આ સાથે પરિવારને ગામના લોકો દ્વારા પણ ભેદભાવ થતો હતો.
જેને લીધે પીડિત પરિવાર સતત માનસિક રીતે તણાવના રહેતો હતો અને અંતે પીડિત પરિવારે પોતાની પર લાગેલા આરોપ ખોટા હોવાના લીધે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો જેથી વિજ્ઞાન જાથા દ્વારા સૌ પ્રથમ પરિવારને સર્વના પાઠવી માનસિક તણાવથી દૂર કર્યો હતો અને બાદમાં જે ભુવા અને એક મહિલા દ્વારા પીડિત પરિવારની છબીને હાની પહોંચાડવામાં આવી હતી.
તેઓની પાસે પરિવાર પર ખોટા આરોપના પુરાવા માંગ્યા હતા પરંતુ અંતે ભુવા અને મહિલા બંને ખોટા સાબિત થતા વિજ્ઞાન જાથા પાસે અને જાહેરમાં માફી માંગી હતી પીડિત પરિવાર નિર્દોષ હોવાનું જાહેર કર્યું હતું જોકે પરિવારની છબી ખરડાય તે પ્રકરણ પ્રયાસને લીધે નાની મોલડી પોલીસ મથક ખાતે એક મહિલા સહિત બંને ઈસમો સામે કાર્યવાહી પણ હાથ ધરી હતી
