• આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા તપાસનો ધમધમાટ
(ચંદુભાઈ પ્રજાપતિ દ્વારા) થાનગઢ શહેરના જોગ આશ્રમ નજીક દલિત સમાજના સ્મશાન પાસેથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આધેડ રાજીવનગર ખાતે રહેતા આશરે ૫૦ વર્ષીય દિનેશભાઇ આલજીભાઇનો હોવાનું સામે આવ્યું હતું સ્થાનિકોને સવારના સમયે સ્મશાન નજીક મૃતદેહ નજરે પડતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેને લઇ પોલીસ પર ઘટના સ્થળે પહોંચી મૃતક આધેડના પરિવારજનોને જાણ કરી હતી. મૃતદેહની પ્રાથમિક તપાસમાં માથાના ભાગે ઈજા પામી હોવાનું સામે આવ્યું હતું જેથી હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે જોકે હાલ મૃતદેહને પીએમ અર્થે રાજકોટ ખસેડી તપાસ શરૂ કરી છે.
