• રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને પ્રાંત અધિકારીની નોટિસ
(દિનેશભાઇ કોશિયા દ્વારા)ચોટીલા શહેરના થાન સર્કલ વિસ્તારનો રોડ હજુ એકાદ વર્ષ પૂર્વે બનેલો છે ત્યાં રોડ ઉપર ખાડા અને બિસ્માર રોડની રજૂઆત ચોટીલા પ્રાંત અધિકારીને થતા અધિકારીએ રોડ પર જઈ તપાસ આદરી હતી જેમાં એક વર્ષ પૂર્વે નિર્માણ થયેલ રોડના ભ્રષ્ટાચાર થયો હોવાનું નજરે દેખાતા વિરાટ ડેવલપર્સ સંસ્થાને નોટિસ પાઠવી હતી જે નોટિસના આધારે હાજર રહી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટ જતીનભાઈ રાવલ અજય કંટ્રકશન રાજકોટ વાળા હોવાથી તેઓને નોટિસ ફટકારી છે.
