• હિટાચી મશીન સહિત લાખ્ખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનન પ્રક્રિયા ધમધોકાર ચાલી રહી છે તેવામાં થાનગઢ ખાતે કોલસો તથા સફેદ માટીનું ખનન દિન દહાડે ચાલતું હોવા છતાં પણ સ્થાનિક અધિકારીઓ આંખ આડા કાન રાખી બેઠા હોય તેવું નજરે પડે છે.
તેવામાં થાનગઢ તાલુકાના મોરથળા ગામે સફેદ માટીનું ખનન થતું હોવાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગને થતા ઈનચાર્જ ભૂસ્તરશાસ્ત્રી જગદીશભાઈ વાઢેર સહિતની ટીમ દ્વારા મોરથળા ગામે સીમ વિસ્તારમા દરોડો કરી સફેદ માટીનું ખનન ઝડપી લીધું હતું.
આ સફેદ માટીનું ખનન થતા સ્થળ પરથી એક હિટાચી મશીન અને સફેદ માટીનું જથ્થો સીઝ કરી જમીનની માપણી કરવાની કામગીરી હાથ ધરી ખનિજ માફિયા વિરુધ કાર્યવાહી આદરી છે.
