• ટ્રેક્ટર, કોમ્પ્રેસર, ચરખી, બાઈક અને કોલસા સહિત ૧૫ લાખની મુદામાલ જપ્ત
(દિનેશભાઇ કોશિયા દ્વારા)સુરેન્દ્રનગર જિલ્લામાં તહેવારોની સાથે ફરી એક વખત કોલસાના ગેરકાયદેસર ખનનની પ્રક્રિયા પણ શરૂ થઈ છે દર વર્ષે ચોમાસા દરમિયાન કોલસાની ખાણોમાં પાણી ભરાવાને લીધે બંધ થાય છે અને નવરાત્રી બાદ ફરીથી કોલસાની ખાણો ધમધમી ઉઠે છે. આ પ્રકારની પ્રક્રિયા છેલ્લા ત્રણેક દાયકાથી ચાલતી હોવાનું સામે આવ્યું છે પરંતુ મોટી મોટી ડંફાસો માટે એક પણ અધિકારી કોલસાના ખનનને સદંતર બંધ કરાવી શક્યા નથી.
તેવામાં થાનગઢના જામવાડી ખાતે કોલસાની ગેરકાયદેસર ખાણો શરૂ થઈ હોવાની જાણ ચોટીલા પ્રાંત અધિકારીને થતા ટીમ સાથે જામવાડી ખાતે દરોડા કર્યા હતો જે દરોડા દરમિયાન એક ટ્રેકટર, બે કોમ્પ્રેસર, ૪૦ મેટ્રિક ટન કોલસો, પાંચ ચરખી, ત્રણ બકેટ તથા એક બાઈક સહિત કુલ ૧૫.૫૦ લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો. આ સાથે કોલસાની ખાણો ખોદવામાં આવેલ ખનિજ માફિયાઓની તપાસ પણ આદરી હતી.
