- એક મહિલા સહિત ચાર શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
Chuda News | ચુડા તાલુકાના વેજળકા ગામે આરોગ્ય કેન્દ્ર હેતુ ફાળવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી બેઠેલા એક જ કુટુંબના ચાર ઈસમો સામે ઈનચાર્જ તાલુકા વિકાસ અધિકારી દ્વારા લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુનો નોંધાવ્યો છે.
ચૂડા તાલુકાના વેજળકા ગામે સર્વે નંબર ૨૦૨ પૈકીની ૪૦૦ ચોરસમીટર ક્ષેત્રફળ વાળી જમીન આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે ફાળવેલી છે. જેના પર છેલા કેટલાક સમયથી સ્થાનિક પરિવારનો કબજો હોવાથી વારંવાર નોટિસો આપવા છતાં આ પરિવાર દ્વારા ગેરકાયદેસર કબ્જો ખાલી કરતા નહીં હોવાથી અંતે ઈનચાર્જ તાલુકા વિકાસ અધિકારી એ.એલ.ટમાલિયા દ્વારા ગેરકાયદેસર કબ્જો કરનાર જશાભાઇ પોપટભાઈ ધરજીયા, માધાભાઇ પોપટભાઈ ધરજીયા, અરવિંદભાઈ માધાભાઇ ધરજીયા તથા જુગલબેન મેહુલભાઈ ધરજીયા વિરુધ લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
