- સુરેન્દ્રનગર કોંગ્રેસના જી.પ્રમુખ દ્વારા ચોટીલા પ્રાંતની સુરક્ષા વધારાની માંગ
- પ્રાંત અધિકારીને “Y” કેટેગરી સુરક્ષાની માંગ કરતા કાયદો વ્યવસ્થા પર સવાલ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા બેફામ ખનીજના ખનન પર એકમાત્ર કાર્યવાહી કરવાને લીધે સતત ચમકતા ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ પર અંતે ખનિજ માફીયાઓ દ્વારા હાથ સાફ કર્યો હતો.
જોકે આગાઉ પણ આ પ્રકારની ઘટના બની હોવાની વિગત સામે આવી છે પરંતુ તે સમયે મામલો ઠંડો પડી ગયો હતો ત્યારે ડરી એક વખત ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની હદ પર આવતા તરખિયા ગામની સીમમાં ચાલતી ખનિજ ચોરી પર દરોડો કરવા ગયેલા કર્મચારીઓને ખનિજ માફીયાઓ દ્વારા મેથીપાક ચખાડ્યો હતો.

જોકે સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની હદ બાબતે ગડમથલ ચાલતી હોવાથી ચોટીલા પ્રાંત અધિકારીએ ” હદ ગમે તે હોય મૂળ તો સરકારી જમીન પર ખનિજ ચોરી ચાલતી હોવાથી દરોડો કરાયો” હોવાની વાત કરી પોતાની ટીમનો બચાવ કર્યો હતો ખરેખર સરકારી અધિકારી અથવા કર્મચારી તરીકે પોતાના ફરજ પરના સ્થળ અથવા વિસ્તારની બહાર કામગીરી કરવી દાખલ અંદાજી કહી શકાય છે. જેથી પ્રાંત અધિકારીની ટીમ સામે કાર્યવાહી થઈ શકે છે.
ત્યારે આ આખાય મામલાને લઈને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ તો કાયદા પર સવાલ ઉઠે તે પ્રકારની રજૂઆત કરી દીધી હતી જેમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા ચોટીલા પ્રાંત અધિકારીને “Y” કેટેગરીની સુરક્ષા આપવા માંગ કરી હતી જેને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓથી અધિકારીઓ જ સુરક્ષિત નહીં હોવાનું સાબિત થયું છે.
