• માલિકીની જમીન પર ગેરકાયદેસર કબ્જો કરી રહેણાક કરાયું હતું
મૂળી તાલુકાના રાયસંગપર ગામે એક જ પરિવારના દસ સભ્યો પર લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુનો નોંધાયો છે. જેમાં સુરેન્દ્રનગરના રતનપર ખાતે રહેતા મહેન્દ્રસિંહ જોરૂભા પરમારની મૂળી તાલુકાના રાયસંગપર ગામે આવેલી સર્વે નંબર 398 વાળી જમીન પર છેલ્લા કેટલાય સમયથી રાયસંગપરના જખાણીયા પરિવારે ઝૂંપડા બાંધી રહેણાક સ્થાન બનાવ્યું હતું.
જેને લઇ જમીન માલિક મહેન્દ્રસિંહ દ્વારા પોતાની માલિકીની જમીન પર કબ્જો જમાવી બેઠેલા પરિવારને જમીન ખાલી કરવા માટે અનેક વખત જણાવ્યા છતાં પણ કબ્જો યથાવત રાખતા અંતે માલિક દ્વારા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી સાથે પોતાના માલિકીના પુરાવા રજૂ કરતા હતા.
આ તરફ જિલ્લા કલેકટરે લેન્ડ ગ્રેબિંગ અરજીને ધ્યાને લઈ લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુનો નોંધવા હુકમ કરતા મૂળી પોલીસ મથક ખાતે અર્જુનભાઈ ભગાભાઈ જખાણીયા, દીનુભાઈ ભગાભાઈ જખાણીયા, મુકેશભાઈ ભગાભાઈ જખાણીયા, સુરેશભાઈ ભગાભાઈ જખાણીયા, હરેશભાઈ ભગાભાઈ જખાણીયા, ચંદાભાઇ ભગાભાઈ જખાણીયા, રેવાભાઇ ઉર્ફે નાનજીભાઈ ગાંડાભાઈ જખાણીયા, કરસનભાઈ નાનુભાઈ ઉર્ફે નાનજીભાઈ જખાણીયા, મનસુખભાઈ નાનુભાઈ જખાણીયા તથા ગગજીભાઈ નાનુભાઈ જખાણીયા વિરુધ ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
