- વર્ષોથી રેતી ખનન સામે તંત્ર ઘૂંટણિયે હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે સ્થાનિક તંત્ર મુક્ત પ્રેક્ષક બનીને બેઠો હોવાનું વારંવાર સામે આવે છે તેવામાં કરતા ખનીજ માપ્યાઓ સામે હવે ન છૂટકે ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની નોબત આવી છે.
તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે છેલ્લા કેટલાક સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અંગે ગ્રામજનો દ્વારા વારંવાર મામલતદાર, ખાણ – ખનીજ વિભાગ સહિત તંત્રને વારંવાર જાણ કરી હોવા છતાં આજદિન સુધી ગેરકાયદેસર રેતીનું ખનન અટક્યું નથી
જેને લઇ હવે ગ્રામજનોએ રાજ્યના મુખ્યમંત્રીને આ અંગે લેખિત રજૂઆત કરી છે. જેમ ગ્રામજનો દ્વારા જણાવ્યું છે કે રાવળીયાવદર ગામે ખોડિયાર માતાજીના મંદિર નજીક છેલ્લા ત્રણેક વર્ષથી રેતીનું ગેરકાયદેસર ખનન કરી ખનિજ માફીયાઓ રેતીના વોશ પ્લાન્ટ ચલાવી રહ્યા છે.
જે અંગે આગાઉ પણ ગામના સરપંચ દ્વારા મામલતદાર, પ્રાંત અધિકારી અને જિલ્લા ખાણ ખનિજ વિભાગને લેખિતમાં જાણ કરી હતી પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી આ રેતીના ગેરકાયદેસર ખનનને અટકાવી શક્યું નથી જેને લઇ હવે ગ્રામજનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રાવળિયાવદર ગામે થતા રેતીના ખનન અંગે લેખિત રજૂઆત કરી ખનિજ માફિયા વિરુધ કાર્યવાહીની માંગ કરી છે.
આ પણ વાંચોઃ ચોટીલા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
