
ધ્રાંગધ્રા શહેર ભાજપ દ્વારા મતદાર વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત વર્ચ્યુઅલ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના ટાઉનહોલ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પરદેશ મહામંત્રી રત્નાકરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આખોય મતદાર યાદી સુધારાના કાર્યક્રમ હાથ ધરાયો હતો.

આ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા શહેર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી મતદાર યાદી સુધારણા અંગે ચૂંટણી પંચ વતી BLOની કામગીરી અંગે ભજો કાર્યકરોને સમજણ આપી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય દરેક મતદાતાઓને મતદાર સુધારણા યાદીની સમજણ આપવા BLO અને મતદાતાઓ વચ્ચે પરસ્પર સમજણ આપવા માટે કાર્યકરોને સમજણ આપી હતી.
પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીની વર્ચ્યુઅલ કાર્યક્રમ દરમિયાન ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા SIR ઈનચાર્જ વિજયભાઈ ભગત, શહેર સંગઠનના કાર્યકરો, નગરપાલિકાના સભ્યો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
