• પરણિતાને ટોણા મારી કરિયાવર અંગે દબાણ કરતા આત્મહત્યાનું પગલું ભર્યું
લીંબડી તાલુકાના સૌકા ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરતા બાબુભાઈ મથુરભાઈ મેરની દીકરી ગોપીના લગ્ન રાણપુર તાલુકાના નાગનેશ ગામે રહેતા રાહુલભાઈ ભીમાભાઇ ઝાપડીયા સાથે એક વર્ષ અગાઉ થયા હતા.
જે બાદ દિકરી ગોપીબેન પોતાના સાસરીમાં રહેતા હોય પરંતુ સાસરીમાં પતિ દ્વારા પરણિતાને વારંવાર કરિયાવર બાબતે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા જ્યારે પરણિતા પોતાના પિયર આવ્યા ત્યારે પિયરમાં પતિના ત્રાસ બાબતે વાત કરી પિયરમાં જ રોકાયા હતા.
ગત 1 નવેમ્બરના રોજ બપોરના સમયે પિયરમાં કોઈ હાજર ન હોય તેવા સમયે પરણિતા ઘરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જ્યારે આ અંગે પરિવારને જાણ થતા પરણિતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
જ્યાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું આ તરફ પરિણીતાના પિતા બાબુભાઈ મેર દ્વારા જમાઈ રાહુલભાઈ ઝપડીયા વિરુધ લીંબડી પોલીસ મથકે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે
