• પતિએ પોતાની પત્નીને વાંક વકર ગાળો આપવાની મનાઈ કરતા હુમલો કર્યો •
થાનગઢ શહેરના મફતીયા પરા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ વશરામભાઈ માધડ સાંજે પોતાના કામ પરથી ઘરે જતા હોય તેવા સમયે ઘર નજીક પોતાનો કૌટુંબીક ભાઇ સુનિલભાઈ છગનભાઈ માધડ અપશબ્દ બોલતા સામે મળ્યા હતા.
તેની પાછળ પોતાની પત્ની હોય જેથી પત્નીએ પોતાના પતિને કૌટુંબિક દિયર ગાળો આપતો હોવાનું જણાવતા પતિ પ્રકાશભાઈએ કૌટુંબિક ભાઈને વાંક વગર પોતાના પત્નીને ગાળો નહીં આપવા સમજાવતા ઉશ્કેરાઈ ગયેલા સુનિલ દ્વારા લોખંડના પાઈપ વડે પ્રકાશભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી નાસી છૂટ્યો હતો.
જ્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડી બાદમાં હુમલાખોર કૌટુંબિક ભાઈ સુનિલભાઈ છગનભાઈ માધડ વિરુદ્ધ થાનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી
