• ત્રણેય શખ્સો પાસેથી રોકડ 13,140 રૂપિયા જપ્ત
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસના પ્રતાપભાઈ ખુંટી, નરેશભાઈ ભોજિયા, વિક્રમભાઈ રબારી, વિભાભાઈ ઘેડ સહિતના સ્ટાફે સોલડી ગામે જયેશભાઈના રહેણાક મકાન નજીક દરોડો કરી ભરત ઉર્ફે ભગો તળશીભાઈ રેવર, જયેશભાઈ મૂળજીભાઈ રાઠોડ તથા ઘનશ્યામભાઈ બાલાભાઈ વાઢેર સહિતના શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 13,140 રૂપિયા જપ્ત કરી તમામ વિરુધ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
