• મોંઘા ઇનામની લાલચે અનેક લોકોએ ટિકિટો લીધા બાદ હવે ઊહાપોહ
રાજ્યમાં ઇનામી ડ્રો થકી કેટલાય ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે વધુ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે સામે આવ્યો છે.
જેમાં ઇનામી ડ્રોના નામે ગ્રામ્ય વિસ્તારના પરિવારોને મોંઘા ઇનામો જીતવાની લાલચે પરિવારોએ ખરીદેલી ટિકિટનો અંતે ડ્રો થતા મોંઘા ઇનામો ટિકિટ બહાર પડેલ આયોજકોના લાગતા વળગતાઓને મળ્યા હતા.
આ સાથે એક જ નંબર ત્રણથી ચાર ટિકિટમાં હોવાનું સામે આવ્યું હતું જેને લઈ ઉહાપોહ થયો હતો આ તરફ ટિકિટના વિક્રેતા એજન્ટ અને આયોજકો ગ્રાહકોના ફોન ઉઠાવવાના બંધ કરી દેતા ટિકિટ ખરીદેલ ગ્રાહકો રોષે ભરાયા હતા અને પોતાના ટિકિટ ખરીદી કરેલ રૂપિયા પરત કરવા માંગ કરી હતી.
